મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /માસ ૮
ઉદયરત્ન
દુહા
કારત્યકિ કાલજ કંપિ રે, વ્યાપિ મદન વિશેખ;
વિધાતા નેમવિજોગના લખિયા નીલવટ લેખ. ૧
નમાંહિ વેલડી ફૂલી રે, થયા મારગ સુધ;
નદિયાં જલ નિરમલ થયાં, કુમુદ ફલ્યાં જલ મધ્ય. ૨
પંખી પ્રયાણ-વસે થયાં, ન રહે મુઝ મન ઠાય;
પંખ હોઈ તો ઊડી મિલું, ભેટું યાદવરાય. ૩
પીઉ જોવાને રે અલજ્યાં નયણ સલૂણાં દોય;
વાલાનિ વિરહિ કરી રાતાં થયાં તે રોય. ૪
સોલ કલા લેઈ આજુનો ઉગ્યો પુન્યમચંદ;
વિરહનું ઝરે વધારવા એ સહી વિષનો કંદ. ૫
મુખિ નીસાસા રે મેલતાં રાત્ય ન ખૂટે રેખ;
ચાંદો રથ થંભી રહ્યો મોહ્યો મુઝ મુખ દેખ. ૬
ભૂષણ દૂષણ લાગે રે, ન ગમે રાગ રસાલ;
દીન સામું દેખતાં આંખમાં ઉઠિ ઝાલ. ૭
રાજુલે રજની નીગમી, પ્રગટ્યો પ્રાચિ દિણંદ;
વાછરુના બંધ છુટા રે, પડિયા વિલુણિ બંધ. ૮
ફાગ
ધરિધરિ મહીનાં માટ ઘૂમિ, મુનિજન જાપ-સું પાપ ગમિ,
પ્રેમદા પ્રીતનાં ગીત ગાઈ, રણઝણે ઘંટ ને નૃત્ય થાઈ. ૯