મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /મૂળદાસ પદ ૧

Revision as of 12:06, 14 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ ૧|મૂળદાસ}} <poem> અનુભવીને એકલું આનંદમાં રહેવું રે અનુભવીન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પદ ૧

મૂળદાસ

અનુભવીને એકલું આનંદમાં રહેવું રે
અનુભવીને એકલું આનંદમાં રહેવું રે;
ભજવા શ્રી પરિબ્રહ્મ, બીજું કાંઈ ના કહેવું રે,          અનુભવીને

વેદ જોયા કિતાબ જોઈ, સરવ જોઈને જોયું રે;
પણ પ્રભુના નામ વિના, સર્વે ખોયું રે.          અનુભવીને

અવર કોઈના આતમાને, દુ:ખ ના દેવું રે;
સુખ-દુ:ખ જ્યારે આવી પડે, ત્યારે સહીને સહેવું રે.         અનુભવીને

જાપ અજપા જાપ જપે, ત્રણ લોકમાં તેવું રે;
મૂળદાસ કહે મોહ મદ મૂકી, મહાપદમાં રહેવું રે.          અનુભવીને