મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /મૂળદાસ પદ ૨

Revision as of 12:07, 14 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ ૨|મૂળદાસ}} <poem> હરિ વેણ વાય છે હરિ વેણ વાય છે રે હો વનમાં, તે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પદ ૨

મૂળદાસ

હરિ વેણ વાય છે

હરિ વેણ વાય છે રે હો વનમાં, તેણે વ્રેહ વાધ્યો મારા તનમાં.          ૧
ચટપટી ચિતમાં રે હો લાગી, જીવન જોવાને હું જાગી.          ૨
રસિયાજીને રે હો રાગે, વ્યાકુળ કીધાં છે વૈરાગે.          ૩
ગત મન ભૂલી રે હો ગૃહની, વનમાં વાંસલી વાગા વ્રેહની.          ૪
સેંથે કાજળ રે હો સાર્યાં, વ્રહેમાં બાળકને વીસાર્યાં.          ૫
ધીરજ ધરિયે રે હો ધ્યાને, કંકણ નેપુર પેર્યાં કાને.          ૬
પ્રીતે પરવશ રે હો કીધાં, લજ્જા લોપી મન હરી લીધાં.          ૭
કૈ કૈ વાર્યાં રે હો કંથે, પિયુજીને મળવા ચાલ્યાં પંથે.          ૮
ત્રિભુવન નિરખ્યા રે હો તમને, અંગે આનંદ વાધ્યો અમને.          ૯
વાલમ બોલ્યા રે હો વનમાં, મૂળદાસ માહ સુખ પામ્યા મનમાં.          ૧૦