મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૬૦.રતનબાઈ
Revision as of 05:55, 16 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૬૦.રતનબાઈ|}} <poem> રતનબાઈ(૧૮મી સદી) પીર કાયમુદ્દીનનાં આ શિષ્ય...")
૬૦.રતનબાઈ
રતનબાઈ(૧૮મી સદી)
પીર કાયમુદ્દીનનાં આ શિષ્યા વોરા કવયિત્રી હતાં. એમણે જ્ઞાન-ભક્તિ-વૈરાગ્યનાં પદો લખ્યાં છે.
૧પદ
આવીને પકડ્યો છે હાથ રે કાયમદીન પીર અમારા.
ડૂબી હતી હું તો ઘરધંધામાં, મુરશદે લીધી સંગાથ રે. કાયમદીન૦
ધુણી ધિકાવી દીધી પ્રેમ-અગ્નિથી, લઢવા આવે ભરી બાથ રે. કાયમદીન૦
લોકો ત મેણાં મુંને મારે ઘણેરાં, લઢવા આવે ભરી બાથ રે. કાયમદીન૦
મુરશદ નામની માળા રે લીધી, છોડું કદી નહિ સાથ રે. કાયમદીન૦
બાઈ રતનને મુરશદ મળીયા, એ જ અમારા છે નાથ રે. કાયમદીન૦