મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ગંગાસતી પદ ૧૩

Revision as of 11:16, 16 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ ૧૩|ગંગાસતી}} <poem> અંત:કરણથી પૂજાવાની આશા રાખે ને, ::: એને કેમ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પદ ૧૩

ગંગાસતી

અંત:કરણથી પૂજાવાની આશા રાખે ને,
એને કેમ લાગે હરિનો સંગ રે;
શિષ્ય કરવા નહિ એવા જેને,
પૂરો ચડ્યો ન હોય રંગ રે...          અંત:કરણથી. ૧

ભાઈ રે! અંતર નથી જેનું ઊજળું ને,
જેને મોટાપણું મનમાંય રે;
તેને બોધ નવ દીજીએ ને,
જેની વૃત્તિ હોય આંઈ ને ત્યાંય રે...          અંત:કરણથી. ૨

ભાઈ રે! શઠ નવ સમજે સાનામાં ને,
ભલે કોટિ કરે ઉપાય રે;
સંકલ્પ વિકલ્પ જેને વધતા જાય ને,
એવાની અંતે ફજેતી થાય રે...          અંત:કરણથી. ૩

ભાઈ રે! એવાને ઉપદેશ કદી ન દેવો ને,
ઉલટી ઉપાધિ વધતી જાય રે;
ગંગાસતી એવા બોલિયાં ને,
એવાનો કરવો નહિ ઈતબાર રે...          અંત:કરણથી. ૪