મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ગંગાસતી પદ ૨૧

Revision as of 11:41, 16 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ ૨૧|ગંગાસતી}} <poem> હરિનો દેશ મનને સ્થિર કરી આવો રે મેદાનમાં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પદ ૨૧

ગંગાસતી

હરિનો દેશ
મનને સ્થિર કરી આવો રે મેદાનમાં ને
મિટાવું સરવે ક્લેશ રે,
હરિનો દેશ તમને એવો દેખાડું ને
જ્યાં નહીં વર્ણ ને વેશ રે –

સૂક્ષમ સૂવું ને સૂક્ષમ ચાલવું ને
સૂક્ષમ કરવો વે’વાર રે,
શરીરની સ્થિરતામાં ચિત્ત જેનું કાયમ ને
વરતી ન ડોલે લગાર રે.          – મનને૦

કુબુદ્ધિવાળાનો સંગ તજવો ને
રહેવું એકાંતે અસંગ રે,
કૂંચી બતાવું એનો અભિયાસ કરવો ને
ચડાવવો નિત્ય નવો રંગ રે.          – મનને૦

ચિત્ત વિષયમાંથિ ખેંચવું ને
રે’વું સદાય ઇન્દ્રિયજીત રે
ગંગાસતી એમ બોલિયાં જે
તેથી થાય નૈ વિપરિત ચિત્ત રે.          – મનને૦