મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /રવિસાહેબ પદ ૭

Revision as of 08:39, 17 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ ૭ |રવિસાહે}} <poem> સદ્ગુરુજી જ્યારે લગન લઈને આવ્યા સદ્ગુરુ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પદ ૭

રવિસાહે

સદ્ગુરુજી જ્યારે લગન લઈને આવ્યા
સદ્ગુરુજી જ્યારે લગન લઈને આવ્યા, સુરતા સખી કેરે મન ભાવ્યા
પ્રેમ રતીએ મોતીડે વધાવ્યાં, પાપ ગયાં પેલા ભવતણાં રે          ||૧||

શબ્દ સ્વરૂપી ચાંદલીઓ ચોડ્યો, નીરવૃતી કન્યાનો વહેવાર જોડ્યો
કાળ ક્રોધનો ભય સબ મોડ્યો, વહેવાર જોડાયે પ્રીતશુ રે          ||૨||

ગગન મંડળ માંડવડો રચીયો, પંચ રંગી રંગે મનોહર મચીયો
અમી રસ દોરીએ દીલમાં દર્શીઓ, છાંયો છે સાચા તારસું રે          ||૩||

ઈ રે મંડપની સોમા ઘણી સારી, રતન જડાવ જરૂખા ને બારી
કોટી કોટી ભામણા લઈ જાંઊ બલીહારી, જલહલ જોતું જલહલે રે          ||૪||

હરખ સહીત વર તોરણે પધાર્યા, સુખમણા સાસુ પુખણ લઈને આવ્યા
ઈંગલા પીંગલા નેવલીએ ચડાવ્યાં, પોખણ પોખ્યા પ્રેમસુરે          ||૫||

નીરવરતી કન્યા ચોરીમાં પધરાવી, ઓહં સોહં હાથેવાળો મીલાવી
રંરંકાર શબ્દની ધુન મચાવી, અનહદ વાજા ગડહડે રે          ||૬||

ભજન કરીને હરીવર વરીયા, આવાગમનના ફેરા ટળિયા
કહે રવીરામ સાચા સદ્ગુરુ મલીયા, અખંડ ચુડલો અમર રહ્યો રે          ||૭||