મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ત્રિકમસાહેબ પદ ૫
Revision as of 09:10, 17 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ ૫|ત્રિકમસાહેબ}} <poem> વસતી મેં રેનાં અબધૂત વસતી મેં રેનાં...")
પદ ૫
ત્રિકમસાહેબ
વસતી મેં રેનાં અબધૂત
વસતી મેં રેનાં અબધૂત માગીને ખાનાં... એ જી
ઘરોઘર અલખ જગાના મેલે લાલ!
લાલ! મારા દિલમાં સંતો લાગી વૈરાગી. – માન૦
માન સરોવર હંસા ઝીલન આયો જી!
ઇંદરીકા બાંધ્યા અબધૂત! જોગી ન કે’નાં એ જી!
જબ લગ મનવો ન બાંધ્યો મેરે લાલ!
લાલ મેરા દિલમાં લાગી વૈરાગી. – માન૦
કપડા બી ધોયા અબધૂત! અંચલા બી ધોયા એ જી
જબ લગ મનવો ન ધોયો મેરે લાલ!
લાલ મેરા દિલમાં લાગી વૈરાગી. – માન૦
ખીમ કેરા ચેલા અબધૂત! ત્રિકમદાસ બોલિયા જી
સાધુડાને જુગતિમાં રેનાં મેરે લાલ!
લાલ મેરા દિલમાં લાગી વૈરાગી. – માન૦
લાગી વૈરાગી સંતો, જોયું મેં તો જાગી રે,
લાલ મેરા દિલમાં લાગી વૈરાગી. – માન૦