મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /દાસીજીવણ પદ ૫

Revision as of 09:42, 17 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ ૫| દાસીજીવણ}} <poem> વારી વારી જાઉં રે વારી વારી જાઉં રે મારા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પદ ૫

દાસીજીવણ

વારી વારી જાઉં રે
વારી વારી જાઉં રે મારા નાથના નેણાં ઉપર વારી ઘોળી જાઉં રે;
વારી વારી જાઉં રે મારા નાથના નેણાં ઉપર.

ઘેર ગંગા ને ગોમતી મારે, શીદ રેવાજી જાવું રે;
અડસઠ તીરથ મારા ઘરને આંગણે, નત તરવેણી ના’વું રે.          વારી૦

શીદને કરું એકાદશી, શીદ ત્રીજે ટંક ખાઉં રે;
નાથ મારાનાં નેણાં નીરખી, હું તો પ્રેમનાં ભોજન પાઉં રે.          વારી૦

શામળાકારણે સેજ બિછાવું, પ્રેમથી પાવન થાઉં રે;
નાચ નાચું મારા નાથની આગળ, વ્રજ થકી બોલાવું રે.          વારી૦

દાસી જીવણ સંત ભીમને ચરણે, હેતે હરિગુણ ગાઉં રે;
સતગુરુને ચરણે જાતાં પ્રેમે પાવન થાઉં રે. વારી૦