મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /દાસીજીવણ પદ ૭

Revision as of 09:45, 17 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ ૭|દાસીજીવણ}} <poem> અમારા અવગુણ રે ગુરુજીમાં ગુણ તો ઘણા... અમા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પદ ૭

દાસીજીવણ

અમારા અવગુણ રે ગુરુજીમાં ગુણ તો ઘણા...
અમારા રે અવગુણ રે ગુરુજીના ગુણ ઘણા રે જી;
ગુરુજી! અમારા અવગુણ સામું મત જોય...
–અમારામાં અવગુણ રે...૦
ગુરુજી મારો દીવો રે, ગુરુજી મારો દેવતા રે જી;
ગુરુજી મારા પારસમણીને રે તોલ...
–અમારામાં અવગુણ રે...૦
ગુરુજી મારા ગંગા રે, ગુરુજી મારા ગોમતી રે જી;
ગુરુજી અમારા કાશી અને છે કેદાર...
–અમારામાં અવગુણ રે...૦
ગુરુ મારા ત્રાપા રે, ગુરુજી મારા તુંબડાં રે જી;
ઈ તુંબડીએ અમે ઊતરિયે ભવપાર...
–અમારામાં અવગુણ રે...૦

જાળીડાં મેલાવો રે ગુરુ ગમ જ્ઞાનનાં રે જી;
ઈ જાળીડાં જરણાં માંહેલો છે જાપ...
–અમારામાં અવગુણ રે...૦
ભીમ ગુરુ શરણે રે દાસી જીવણ બોલીયા રે જી;
દેજે અમને સંતચરણમાં વાસ...
–અમારામાં અવગુણ રે...૦