મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /પ્રીતમ પદ ૧

Revision as of 07:30, 18 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ ૧|પ્રીતમ}} <poem> ૧. હીંડોળો હીરે જડ્યો હીંડોળો હીરે જડ્યો: ક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પદ ૧

પ્રીતમ

૧. હીંડોળો હીરે જડ્યો
હીંડોળો હીરે જડ્યો: કંચનના ખંભ;
ચોકી રત્નજડાવની: રચિયો આરંભ.          –૧
તકીયાગાદી હીરની: ઝૂલે પિયા પ્યારી;
ફરતાં મોતી-જૂમખાં: ડાંડી ચાર સમારી.          –૨

ઝગમગ ઝગમગ ભોમકા: ભલી ભાતે ભાસે;
તત્ત્વસાર ત્રિલોકમાં: તેનું તેજ પ્રકાશે.          –૩

ફરતી ફૂલી વૃક્ષવેલડી: બહુ મોગરા મહેકે;
કુંજ સદનને બારણે: તેહેવા તોરણ લહેકે,          –૪

કુસુમકલી ફૂલી રહી; બહુ મધુકર ગુંજે;
પ્રીતમનો સાંમી શામળો: આનંદના પુંજે          –૫