મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /નિષ્કુળાનંદ પદ ૭
Revision as of 11:18, 18 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ ૭|નિષ્કુળાનંદ}} <poem> મળજો મળજો મળજો રે, મીઠા બોલા વાલા મને...")
પદ ૭
નિષ્કુળાનંદ
મળજો મળજો મળજો રે, મીઠા બોલા વાલા મને મળજો;
મારો થાયે જનમ સફળ જો રે. મીઠા... ટેક
દૂર રહ્યાનું જે દુ:ખ છે દિલમાં રે, તે તો દરશન દઈ હરિદલજો રે. મીઠા... ૧
પોતાનાં જાણી દયા દિલ આણી રે, પીયુ પ્રીતે કરી પલજો રે. મીઠા... ૨
હું તો છઉં દાસી ચરણ ઉપાસી રે, મુજપર વાલા વાલ્યે વળજો રે. મીઠા... ૩
નિષ્કુળાનંદના સ્વામી શ્યામળીયા રે, આજ અઢળક હરિ ઢળજો રે. મીઠા... ૪