મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /બ્રહ્માનંદ પદ ૩

Revision as of 11:27, 18 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ ૩|બ્રહ્માનંદ}} <poem> આ તનરંગ પતંગ સરીખો આ તનરંગ પતંગ સરીખો,...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
પદ ૩

બ્રહ્માનંદ

આ તનરંગ પતંગ સરીખો

આ તનરંગ પતંગ સરીખો, જાતાં વાર ન લાગે જી;
અસંખ્ય ગયા ધનસંપત્તિ મેલી તારી નજરું લાગે જી.

અંગે તેલ ફૂલેલ લગાવે, માથે છોગાં ઘાલે જી;
જોબન-ધનનું જોર જણાવે, છાતી કાઢી ચાલે જી.

જેમ ઉંદરડે દારૂ પીધો, મસ્તાનો થઈ ડોલે જી;
મગરૂરીમાં અંગ મરોડે, જેમતેમ મુખથી બોલે જી.

મનમાં જાણે મુજ સરીખો, રસિયો નહીં કોઈ રાગી જી;
બહારે તાકી રહી બિલાડી, લેતાં વાર ન લાગી જી.

આજ કાલમાં હું તું કરતાં, જમડા પકડી જાશે જી;
બ્રહ્માનંદ કહે, ચેત અજ્ઞાની, અંતે ફજેતી થાશે જી.