મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /બ્રહ્માનંદ પદ ૮
Revision as of 11:32, 18 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ ૮|બ્રહ્માનંદ}} <poem> ઓરા આવોને પ્રાણ આધાર, વાલા મારે ઓરડે, હ...")
પદ ૮
બ્રહ્માનંદ
ઓરા આવોને પ્રાણ આધાર, વાલા મારે ઓરડે,
હું તો મોહિછું નંદકુમાર, બાજાુકેરે બોરડે; -ટેક. વાલા.
સોનાકેરાં સાંકળાં, પેર્યાં રસિયા જાદવરાય,
હરિવર બટકાં હાથનાં, મારે અટક્યાં અંતરમાંય; વાલા.
અજબ અલોકિક અંગુળી, રાજે નખ મણી-લાલ સમાન,
શોભા વિંટી વેઢની, કાજાુ રાજે છે રસિયા કાન; વાલા.
અંગ અંગ પ્રતિ ઓપતા, શોભે સુંદરવર શણગાર,
બ્રહ્માનંદના વાલમા, તારી બાનકની બલહાર; વાલા.