મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /બ્રહ્માનંદ પદ ૧૩
Revision as of 11:36, 18 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ ૧૩|બ્રહ્માનંદ}} <poem> ઓરા આવોને સુંદર શામ, એકાંતે મળીયેરે; વ...")
પદ ૧૩
બ્રહ્માનંદ
ઓરા આવોને સુંદર શામ, એકાંતે મળીયેરે;
વ્હાલા દિન જાણીને દયાળ, અઢકળ ઢળીયેરે.
વારી મુરતી તમારી માવ, વસી દિલ મોરેરે;
હું તો જોઈને થઈ ગુલતાન, ફુલાં કેરે તોરેરે.
વ્હાલા તમને મળ્યાના છે કોડ, કરિયે વાતુંરે;
વાલા તમ વિના પલ એક, નથી રેવાતું રે.
તમે દીલડાના દરીઆવ, કે છેલ છોગાળારે;
મારા મનમાં માન્યા મોરાર, છો મરમાળારે.
આવી તમ સાથે અલબેલ, પ્રીત બંધાણીરે;
મુખ લાવણ્યતા જોઈ માવ, હું લોભાણીરે.
તમે મોટા થઈ માહારાજ, શું લલચાવોરે;
વાલા બ્રહ્માનંદના નાથ, હસિને બોલાવો રે.