મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /પ્રેમસખી પદ ૮
Revision as of 12:54, 18 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ ૮|પ્રેમસખી}} <poem> આવડી શી ઊંઘ તમને ઊઠો મારા નાથ, આ...................... ટ...")
પદ ૮
પ્રેમસખી
આવડી શી ઊંઘ તમને ઊઠો મારા નાથ, આ...................... ટેક
પેરો પટ ભુખણ મણિમય કુંડલ, મોર મુગટ ધરો માથ. આ... ૧
ઉર વનમાલ પીતાંબર પેરો, મોરલી મધુરી લ્યો હાથ. આ... ૨
તમ સારુ આવીને ઊભા, સવે સખાનો સાથ. આ... ૩
પ્રેમાનંદ નીરખી સુખ પાવે, ગાવે ગોવિંદ ગુણગાથ. આ... ૪