મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /મુક્તાનંદ પદ ૫
Revision as of 05:12, 19 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ ૫|મુક્તાનંદ}} <poem> છેલ છોગાળો રે, મીઠી મોરલીવાળો, મારે મંદ...")
પદ ૫
મુક્તાનંદ
છેલ છોગાળો રે, મીઠી મોરલીવાળો,
મારે મંદિરીએ પધારે, નિત્ય છેલ છોગાળો; ટેક.
હસતાં હસતાં મુજને દેખી, આનંદ પામે,
એની કરૂણાની દ્રષ્ટી, સર્વે દુખડાં વાંમે, છેલ.
મોતીડાંની માળા પેરી, મલપંતો આવે,
ગાવું ત્યાં સંગાતે મારે, પ્રેમશું ગાવે; છેલ.
મેં વાલો વશ કિધા મુજને વાલે વશ કીધી૦
સામાં સામી પાંન બીડી, દીધી ને લીધી; છેલ.
મુક્તાનંદ કહે મોહન સંગે, લાભ ઘણો લીધો,
મુખડેથી તંબોલ મુજને મેરે કરી દીધો. છેલ.