મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /દેવાનંદ પદ ૧

Revision as of 05:28, 19 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ ૧|દેવાનંદ}} <poem> કર પ્રભુ સંગાથે દૃઢ પ્રીતડી કર પ્રભુ સંગા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પદ ૧

દેવાનંદ

કર પ્રભુ સંગાથે દૃઢ પ્રીતડી
કર પ્રભુ સંગાથે દૃઢ પ્રીતપી રે, મરી જાવું મેલી ધન-માલ;
અંતકાળે સગું નહિ કોઈનું રે.

સંસ્કારે સંબંધી સરવે મળ્યાં રે, એ છે જૂઠી માયા કેરી જાળ.          અંત

મારું મારું કરીને ધન મેળવ્યું રે, તેમાં તારું નથી તલભાર.          અંત

સુખ સપના જેવું છે સંસારનું રે, તેને જાતાં ન લાગે વાર.          અંત

માટે સેવજે તું સાચા સંતને રે, તારા ટળશે ત્રિવિધના તાપ.          અંત

અતિ મોટા પુરુષના આશરે રે, બળે પૂર્વ જનમનાં પાપ.          અંત

એવું સમજીને ભજ ભગવાનને રે, સુખકારી સદા ઘનશ્યામ.          અંત

દેવાનંદનો વ્હાલો દુ:ખ કાપશે રે, મનવાંછિત પૂરણ કામ.          અંત