મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/દયારામ પદ (૫)

Revision as of 07:22, 19 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૫)|દયારામ}} <poem> શ્યામ રંગ સમીપે ના જાવું, મારે આજ થકી શ્યા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પદ (૫)

દયારામ

શ્યામ રંગ સમીપે ના જાવું, મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું.

જેમાં કાળાશ તે તો સૌ એકસરખું, સર્વમાં કપટ હાશે આવું.          મારે
કસ્તૂરીકેરી બિંદી તો કરું નહીં, કાજળ ના આંખમાં અંજાવું.          મારે

કોકિલાનો શબ્દ હું સુણું નહિ કાને, કાગવાણી શકુનમાં ન લાવું.          મારે
નીલાંબર કાળી કંચુકી ન પહેરું, જમનાનાં નીરમાં ન ન્હાવું.          મારે

મરકતમણિ ને મેઘ દૃષ્ટે ના જોવા, જાંબુ-વંત્યાક ના ખાવું.          મારે
દયાના પ્રીતમ સાથે મુખે નીમ લીધો, મન કહે જે ‘પલક ના નિભાવું’!મારે