મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/દયારામ પદ (૨૦)

Revision as of 08:05, 19 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૨૦) |દયારામ}} <poem> હું શું જાણું જે વ્હાલે મુજમાં શું દીઠું...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પદ (૨૦)

દયારામ

હું શું જાણું જે વ્હાલે મુજમાં શું દીઠું?
વારે વારે સામું ભાળે, મુખ લાગે મીઠું! હું શું જાણું જે

હું જાઉં જળ ભરવા ત્યાં પૂંઠે પૂંઠે આવે;
વગર બોલાવ્યો વ્હાલો બેડલું ચડાવે. હું શું જાણું જે

વઢું ને તરછોડું તોયે રીસ ન લાવે;
કાંઈ કાંઈ મિષે મારે ઘેર આવી બોલાવે. હું શું જાણું જે

દૂરથી દેખીને મને દોડ્યો આવે દોટે;
પોતાની માળા કાઢી પહેરાવે મારી કોટે. હું શું જાણું જે

એકલડી દેખે ત્યાં મુને પાવલે રે લાગે;
રંક થઈને કાંઈ કાંઈ મારી પાસે માગે. હું શું જાણું જે

જ્યાં જ્યાં જાતી જાણે ત્યાં ત્યાં એ આડો આવી ઢૂંકે;
બહેની! દયાનો પ્રીતમ મારી કેડ નવ મૂકે. હું શું જાણું જે