સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દીપક બારડોલીકર/તડકો

Revision as of 04:06, 2 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> તડકો તારો પ્યાર : જાણે તડકો તો ફૂલહાર * તડકો પીધો મીઠો લાલમલાલ : હ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

તડકો તારો
પ્યાર : જાણે તડકો
તો ફૂલહાર


તડકો પીધો
મીઠો લાલમલાલ :
હું ગુલમોર…


તડકો ચાલે :
જાણે મેળે મહાલે
છેલછબીલો.…
[‘તડકો તારો પ્યાર’ પુસ્તક : ૨૦૦૬]