મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રેમરસ ગીતા પદ ૨૨

Revision as of 11:06, 19 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ ૨૨|}} <poem> જે ગાય શીખે ને સાંભળે તેને, પ્રસન થાય વૃજનો ધણી; પ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પદ ૨૨

જે ગાય શીખે ને સાંભળે તેને, પ્રસન થાય વૃજનો ધણી;
પ્રેમલક્ષણા ભક્તી રે આપે, આસ પૂરે તે મનતણી.          ૧

એ પ્રેમસર ગીતાતણા, એખવીસ પદ પ્રેમે કર્યા;
એક એક પદમાં ચરણ નવ નવ, સુંદર સ્નેહથકી ધર્યો.          ૨

શ્રીનર્મદાત્રટ ઉપરે એક, ચારૂ ચંડી ગ્રામ છે;
શ્રીશેષસાઈ સમીપે કવી, જન કર્યો વીસરામ છે.          ૩

ન્યાતી નાગર વૈષ્ણવ વલ્લભી, દયાશંકર નામ છે;
ગાઈ પ્રેમરસગીતા, ગુરૂ પ્રતાપે હરી ધામ છે.          ૪

પાંચ તુક છે અધીક અંતે, બેશતમાં ખટમાં ખટ નુન્ય છે;
શ્રોતા વક્તા શ્રીકૃષ્ણ બોલો, અધિક સહુથી પુન્ય છે.           ૫