મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/લોક-ગીતકારો પદ (૧૧)

Revision as of 10:17, 20 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૧૧)|}} <poem> રાજાના કુંવર! ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર!...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પદ (૧૧)

રાજાના કુંવર!
ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર!

હાલો ને જોવા જાયેં રે
મોરલી વાગી રે, રાજાના કુંવર.
ચડવા તે ઘોડો હંસલો ર, રાજાના કુંવર,

પીતળિયા પલાણ રે. - મોરલી
બાંયે બાજુબંધ બેરખા રે, રાજાના કુંવર,

દસેય આંગળીએ વેઢ રે. - મોરલી
માથે મેવાડાં મોળિયાં રે, રાજાના કુંવર,

કિનખાબી સુરવાળ રે. - મોરલી
પગે રાઠોડી મોજડી રે, રાજાના કુંવર,
ચાલે ચટકતી ચાલ્ય રે. - મોરલી