મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/લોક-ગીતકારો પદ (૧૮)

Revision as of 05:12, 23 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૧૮)|}} <poem> અદલાબદલી મારી સગી રે નણંદના વીરા, રૂમાલ મારો દે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પદ (૧૮)

અદલાબદલી
મારી સગી રે નણંદના વીરા, રૂમાલ મારો દેતા જાજો.

મારી નાની નણંદના વીરા, રૂમાલ મારો દેતા જાજો.
દેતા જાજો રે, દિલ લેતા જાજો. – મારી

વાણીડાના હાટનો લીલો રૂમાલ મારો દેતા જાજો.
દેતા જાજો રે, દિલ લેતા જાજો. – મારી

ચોકસીના હાટનો પીળો રૂમાલ મારો દેતા જાજો.
દેતા જાજો રે, દિલ લેતા જાજો. – મારી