મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/લોક-ગીતકારો પદ (૩૨)

Revision as of 05:41, 23 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૩૨)|}} <poem> સોનલ ગરાસણી સોનલ રમતી રે ગઢડાને ગોખે જો, :::: ગઢડાન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પદ (૩૨)

સોનલ ગરાસણી
સોનલ રમતી રે ગઢડાને ગોખે જો,
ગઢડાને ગોખે જો,
રમતાં ઝલાણી સોનલ ગરાસણી.

આડો આવ્યો રે, સોનલ! દાદાનો દેશ જો,
દાદાનો દેશ જો,
સોનલે જાણ્યું જે દાદો છોડવશે.

દાદે દીધાં રે, સોનલ! ધોળુડાં ધણ જો,
ધોળુડાં ધણ જો,
તો યે ન છૂટી સોનલ ગરાસણી.

આડો આવ્યો રે, સોનલ! કાકાનો દેશ જો,
કાકાનો દેશ જો,
સોનલે જાણ્યું જે કાકો છોડવશે.

કાકે દીધાં રે, સોનલ! કાળુડાં ખાડુ જો,
કાળડાં ખાડુ જો,
તો યે ન છૂટી સોનલ ગરાસણી.

આડો આવ્યો રે સોનલ! વીરાનો દેશ જો
વીરાનો દેશ જો,
સોનલે જાણ્યું જે વીરો છોડવશે.

વીરે દીધાં રે, સોનલ! ધમળાં વછેરાં જો,
ધમળાં વછેરા જો,
તો યે ન છૂટી સોનલ ગરાસણી.

આડો આવ્યો રે, સોનલ! મામાનો દેશ જ ો,
મામાનો દેશ જો,
સોનલે જાણ્યું જે મામો છોડાવશે.

મામે દીધાં રે, સોનલ! વેલ્યું ને માફા જો,
વેલ્યું ને માફા જો,
તો યે ન છૂટી સોનલ ગરાસણી.

આડો આવયો રે, સોનલ! સ્વામીનો દેશ જો,
સ્વામીનો દેશ જો,
સોનલે જાણ્યું જે સ્વામી છોડવશે.

સ્વામીએ દીધી એના માથા કેરી મોળ્યું જો,
માથા કેરી મોળ્યું જો,
ધબકે છૂટી રે, સોનલ ગરાસણી.