મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/લોક-ગીતકારો પદ (૩૭)

Revision as of 05:51, 23 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૩૭)|}} <poem> ગિરધારી હાં હાં ઘડૂલિયો ચડાવ્યને ગિરધારી; ::: ઘરે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પદ (૩૭)

ગિરધારી
હાં હાં ઘડૂલિયો ચડાવ્યને ગિરધારી;
ઘરે વાટ્યું જુએ છે મા મોરી રે
બેડલું ચડાવ્ય રે ગિરધારી રે!

તારા માથાનો અંબોડો રે ગિરધારી રે!
જાણે છૂટ્યો તેજી ઘોડો રે.          - બેડલું
તારી આંખનો ઉલાળો રે ગિરધારી!
જાણે દરિયાનો હિલોળો રે.          - બેડલું

તારા નાકડિયાની ડાંડી રે ગિરધારી!
જાણે દીવડીએ શગ માંડી રે.          - બેડલું
તારા હાથની કળાયું રે ગિરધારી!
જાણે સોનાની શરણાયું રે.          - બેડલું

તારા હાથની હથેળી રે ગિરધારી!
જાણે બાવલપરની થાળી રે.          - બેડલું
તારા હાથની આંગળિયું રે ગિરધારી!
જાણે ચોળામગની ફળિયું રે.          - બેડલું
તારા પેટડિયાનો ફાંદો રે ગિરધારી!
જાણે પૂનમ કેરો ચાંદો રે.          - બેડલું
તારા વાંસાનો વળાકો રે ગિરધારી!
જાણે સરપનો સળાકો રે.          - બેડલું