કોડિયાં/તારાઓનું ગીત
Revision as of 12:01, 14 September 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|તારાઓનું ગીત|}} <poem> સંધ્યા આવી પૂરે કોડિયાં, {{Space}} આભ અટારી શણ...")
તારાઓનું ગીત
સંધ્યા આવી પૂરે કોડિયાં,
આભ અટારી શણગારે;
વિભાવરી શરમાતી આવી,
નવલખ જ્યોતિ પ્રગટાવે!
ચાર દિશાના વાયુ વાય;
થથર, પણ નવ બૂઝી જાય!
અંબર ગરબો માથે મેલી,
આદ્યા જગમાં રાસ રમે!
નવલખ તાર છિદ્રો એનાં,
મીઠા મહીંથી તેજ ઝમે!
વ્યોમ તણેયે પેલે પાર!
જ્યોત ઝબૂકે જગ-આધાર