કોડિયાં/તા. ક.

Revision as of 12:22, 14 September 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|તા.ક.|}} <poem> અંધારા ઘોર આકાશે, દિવ્ય જ્યોતિ ઝગી કંઈ; ઝાળથી તપ્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
તા.ક.


અંધારા ઘોર આકાશે, દિવ્ય જ્યોતિ ઝગી કંઈ;
ઝાળથી તપ્ત પૃથ્વી પે, વૃષ્ટિ શી અમીની થઈ.
          નકી-નકી માનવી સર્વ જાગ્યા,
          ન ગાંધીને મારણ-ગોળી આપશે;
          જેને જનોએ યુગ યુગ માગ્યા.
          આવ્યા; ન એનું શીશ કોઈ કાપશે.
કવિઓ વિશ્વના આવો, ઊર્ધ્વબાહુ થઈ વદો:
ઈસાના વધદિનેથી, મનુકુલે જરૂર તો
પ્રગતિ કો મહામોંઘી, સાધી: નમસ્તે પ્રભો!