કોડિયાં/શબ્દબ્રહ્મ

Revision as of 12:27, 14 September 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|શબ્દબ્રહ્મ|}} <poem> સૃજનની આંખ ઊઘડી: કવિની પગલી પડી: હૃદયની તુ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
શબ્દબ્રહ્મ


સૃજનની આંખ ઊઘડી:
કવિની પગલી પડી:
હૃદયની તુંબડીમાંથી
ભાવના-દંડિકા ચડી.

કાળજે કર્યું કોડિયું:
તેલ ભક્તિ તણું પૂર્યું:
ઊર્મિની જ્યોતમાંથી તો
કલ્પના-તારથી મઢ્યું.

બ્રહ્મના એકતારા શા,
કવિનું ગાન ઊપડ્યું!
17-2-’32