કોડિયાં/કવિ ન હું

Revision as of 12:27, 14 September 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કવિ ન હું!|}} <poem> કવિ ન હું! કવિ ન હું! કવિત અન્યનાં કરી અનેક આજ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
કવિ ન હું!


કવિ ન હું! કવિ ન હું! કવિત અન્યનાં કરી
અનેક આજ હું રડું: હજી પ્રભા ન સાંપડી
અદમ્ય પ્રાણની મને! હવે જગાવી ચેતના
ઉરે, લડુંલડું હું વીરલો જીવિત જંગમાં!

કવિત અન્યનાં કર્યાં; હવે કવિત વીરનાં
કવિ અનેક આદરે: ચૂંટીચૂંટી શરીરનાં
હું અંગ સર્વ યજ્ઞકુંડમાં ધરાવું જંગના.
ન પુષ્પ ચૂંટવાં હવે: રમું હું રક્તરંગમાં.

ન વ્યોમમાં ઊડી જવું!
રણે હું વીરલો ભમું!
3-5-’30