કોડિયાં/પાનખર
Revision as of 12:51, 14 September 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પાનખર|}} <poem> બારબાર મહિના ઊડીઊડીને આજે સમીરરાજ ભૂખ્યા થયા; દ...")
પાનખર
બારબાર મહિના ઊડીઊડીને
આજે સમીરરાજ ભૂખ્યા થયા;
દક્ષિણના દરિયાની વેદનસિતારે
ખાલી ખપ્પર લઈ નાચી રહ્યા.
તાલ દીધો નિત નૃત્યમાં
જેણે બારે માર —
પાનખરે જઈને પૂછ્યું:
એના પૂરશો ન હૈયાહુતાશ?
ડાળડાળ પાંદડાં છૂટીછૂટીને
ધરણીની શુષ્કતા ઢાંકી રહ્યાં;
વાયુ-વંટોળના વર્તુલ મોઝારે
ઊડી કંકાલ-નાચ નાચી ગયાં.
31-3-’32