Revision as of 12:45, 3 June 2021 by ArtiMudra(talk | contribs)(Created page with "<poem> તારો ઇતબાર જેને, તારો ઇતબાર તેને : આ પારે શું વા સામે પાર — જેને ત...")
તારો ઇતબાર જેને, તારો ઇતબાર તેને :
આ પારે શું વા સામે પાર —
જેને તારો ઇતબાર!
તરશે કે ડૂબશે હોડી, દિયે એ ઉચાટ છોડી :
એવા વળી શાને ભરે ભાર —
જેને તારો ઇતબાર!