કોડિયાં/ડોલર પંખી

Revision as of 12:28, 15 September 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ડોલર પંખી|}} <poem> હું તો ટેકરીની ટોચે ચાલ્યો, {{Space}} હો! દુનિયા દ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ડોલર પંખી



હું તો ટેકરીની ટોચે ચાલ્યો,
          હો! દુનિયા દેખવાને!
ત્યાં કોણે આવી મને ઝાલ્યો?
          હો! મુખડું પેખવાને!

ટેકરીએ અમૃતક્યારી,
          હો! દુનિયા દેખવાને!
હસે એકલ ડોલર-નારી
          હો! મુખડું પેખવાને!

એક ઊડતું પંખી આવ્યું;
          હો! દુનિયા દેખવાને!
મુખ જોયું ને મન લોભાયું,
          હો! મુખડું પેખવાને!

એણે પાંદડાંમાં માળો બાંધ્યો,
          હો! દુનિયા દેખવાને!
કાંઈ પ્રેમને દોરલીએ સાંધ્યો,
          હો! મુખડું પેખવાને!

ઝીલી અંતરમાં છોડ એ ઝુલાવે,
          હો! દુનિયા દેખવાને!
ગાઈ ગીત પંખી વિશ્વને ભુલાવે,
          હો! મુખડું પેખવાને!

ડોલરિયાનું જોબન વાધ્યું,
          હો! દુનિયા દેખવાને!
એને ઊડતું હૈયું લાધ્યું,
          હો! મુખડું પેખવાને!


21-6-’28