કોડિયાં/અનંતની પંખિણી

Revision as of 12:28, 15 September 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અનંતની પંખિ|}} <poem> સો-સો સંગાથે હુંતો એકલી રે બેન! {{Space}} કોઈ ન મ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
અનંતની પંખિ



સો-સો સંગાથે હુંતો એકલી રે બેન!
          કોઈ ન મારે અંતરે સમાય જો! સો0

આવે અનેક વટેમારગુ રે બેન!
          આવીઆવીને પાછા જાય જો! સો0

સંધ્યાં ફૂલો ને સુણ્યાં પંખીડાં રે બેન!
          સૂંઘું-સુણું ત્યાં ઊડી જાય જો! સો0

રંગો અનેક પેખું આભમાં રે બેન!
          ઝળકે-ઝળકે ને ઝાંખા થાય જો! સો0

દરિયાને ઉર ખૂબ નાચતી રે બેન!
          હૈયાં ન એકગીત થાય જો! સો0

આછા એ ઘંટનાદ સાંભળું રે બેન!
          હૈયે હરખ ના સમાય જો! સો0

ઊડતી પંખિણી હું અનંતની રે બેન!
          ઊડું-ઊડું પાર ના પમાય જો! સો0

19-8-’29