કોડિયાં/મુક્તિનો શંખનાદ

Revision as of 12:39, 15 September 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મુક્તિનો શંખનાદ|}} <poem> સૂતો એદી, બળ-સકળને વીસરી અબ્ધિરાજ ગર્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
મુક્તિનો શંખનાદ


સૂતો એદી, બળ-સકળને વીસરી અબ્ધિરાજ
ગર્જે ઘેરું; જગ ધ્રુજવતા ભૂલીને સંહિનાદ:
સ્વપ્ને રાચે: અતલજલના શાંત સૂતા પછાડા:
તંદ્રામાં એ સળવળ તનુ: સુપ્ત ચૈતન્યધારા.

ત્યાં દિગંતે જગ સકળને ઠારતો તેજરાશિ —
ઊગે ત્રાડે, જગત નભને ધ્રૂજવે એ વિનાશી —
નિદ્રા ત્યાગી અતલ જલનાં જામતાં મસ્તપૂર:
મોજાં — પ્હાડો અદમ ઊછળે નાશના ગાય સૂર:

સૂતો શાને, અમર ભૂમિના, રાષ્ટ્રના પ્રાણ આજે
જો દિગંતે ઉડુગણપતિ — ઊગતું શું સ્વરાજ!
જાગ્યા, ત્રાડ્યા જન-સકલ શા! ભારતી આજ સર્વ,
સ્વાતંત્ર્યોનાં રટણ કરતા ઊજવે મુક્તિપર્વ:

વાગે ડંકા, અહત ગગડે, જેમ સંગ્રામ કેરા:
સૂણી-સૂણી હય હણહણે જોમ વ્યાપે નવેરા!
સૂણ્યો આજે અહત બજતો મુક્તિનો શંખનાદ
હૈયાં જાગ્યાં હણહણી ઊઠ્યાં, ગાજતો ઉરસાદ:

મૃત્યુ માંહી સબડી મરતાં મૃત્યુમાં મ્હાલતાં’તાં
મૃત્યુ ભેટી અમર અમર જીવને જીવવા સર્વ જાતાં.

26-1-’30