મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૫૯)
Revision as of 07:04, 23 September 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૫૯)|નરસિંહ મહેતા}} <poem> ‘જદુપતિ નાથ તે મિત્ર છે તમ તણા, જાઓ...")
પદ (૫૯)
નરસિંહ મહેતા
‘જદુપતિ નાથ તે મિત્ર છે તમ તણા, જાઓ વેગે કરી કૃષ્ણ પાસે;
પ્રીત પૂરવ તણી, હેત ધરશે હરિ, મન તણા મનોરથ સફળ થાશે.
જદુપતિ
ઘેર બાળક સહુ દુઃખ પામે બહુ, વસ્ત્ર ને અન્નથી રહે છે ઊણાં;
નિર્ધન સરજ્યાં તે પુણ્ય કીધા વિના, કર્મના દોષ તે આવી પૂણ્યા.
જદુપતિ
જગતપતિ જાદવો, ભક્તિવશ માધવો, કરશે કરુણા પ્રભુ દીન જાણી;
ગોમતીસ્નાનથી કોટિ અધ નાસશે, નિરખતાં કૃષ્ણજી પ્રેમ આણી.
જદુપતિ
કૃષ્ણને હળીમળી, શીધ્ર આવો વળી, જાણશે ત્રીઠ તે અંતરજામી;
વીનતી મન ધરો, આળસ પરહરો સાહ્ય થાશે નરસૈંનો સ્વામી.’
જદુપતિ