મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૬૪)

Revision as of 07:11, 23 September 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૬૪)|નરસિંહ મહેતા}} <poem> જનનીએ મેલ્યા નર જીવે, સ્ત્રીવિછોહ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પદ (૬૪)

નરસિંહ મહેતા

જનનીએ મેલ્યા નર જીવે, સ્ત્રીવિછોહ્યા મરી જાય રે, માય.
સંપત્ય-હીણ તે શબવત દીસે, મરે, ન જીવતા થાય ર, માય.

વિશ્વજનેતા સાગરતનયા હરિ-અર્ધાંગે તું, કમળાય.
કૃપાકટાક્ષે જુઓ અમ ઉપર; નરસિંયો કા વિસારિલા, માય?