પુનરપિ/એક પ્રસ્તાવનાને
Revision as of 05:22, 24 September 2021 by MeghaBhavsar (talk | contribs)
એક પ્રસ્તાવનાને
વરસોની વાટ ફળી: મેડીએ પધારી
મનડાની મૂરતિ અવાક.
બંધ કર્યા બારણાં ને અંધ કર્યું કોડિયું
ઓઝલવા વસ્લ કેરી રાત.
સોનેરી ઢાંકણાએ કાવ્યમુખ આવર્યું
કંપતું એ ઊને આશ્વાસ;
ઊંચકી શકું ન એ બુરખો લજામણો,
જોર નહિ રાણીની પાસ.
આત્મજ્ઞાન જેવડો ભાર હતો લાજમાં,
મૂરઝાઈ આંગળીઓ વીશ;
એકમેક તોય-તોય દર્શનના લાભ ના,
પડતી જ્યાં વસ્લ કેરી ચીસ —
ત્રીજાનો હાથ કોઈ આવ્યો ઉઘાડવા
બુરખો: ને વધતું એકાન્ત;
ત્રીજો હતો છતાંય બેનાં બે મેડીએ
પૂગ્યાં આત્મીયતાને પ્રાંત.
મારી હથેળી, રેખ મારી આ ઊમટે,
મારી લીલા ને નામોશી;
દર્શનવા જે બધુંય મારા છે હાથમાં
જોતા’તા નીરક્ષીર
ઉમાશંકર જોશી
14-2-’57