રવીન્દ્રપર્વ/૧૮. દુદિર્ન ઘેરાઈ આવ્યો

Revision as of 08:05, 2 October 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૮. દુદિર્ન ઘેરાઈ આવ્યો| }} <poem> દુદિર્ન ઘેરાઈ આવ્યો ઘન અન્ધક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૧૮. દુદિર્ન ઘેરાઈ આવ્યો

દુદિર્ન ઘેરાઈ આવ્યો ઘન અન્ધકારે,
હે પ્રાણેશ, દિગ્વિદિક્ વૃષ્ટિવારિધારે
ડૂબી જાય, કુટિલ કટાક્ષે હસી જાય
નિષ્ઠુર વિદ્યુતડશિખા, — ઉન્મત્ત પવન
કરી મૂકે ચંચલ આ સમસ્ત કાનન.

બોલાવ તું આજે અભિસારે, હે મોહન,
હે જીવનસ્વામી, અશ્રુસિક્ત વિશ્વમહીં
કશાં દુ:ખે, કશા ભયે, કશા વૃથા કાજે
રહીશ ના રુદ્ધ થઈ, આ દીપક મમ
પિચ્છિલ તિમિરપથે જોજે વારંવાર
બુઝાઈ ના જાય — ને આર્દ્ર આ સમીરણે
તારું જ આહ્વાન બાજે, દુ:ખના વેષ્ટને,
દુદિર્ન રચ્યો છે આજે નિબિડ નિર્જન,
થશે આજે તુજ સાથે એકાન્ત મિલન.
(નૈવેદ્ય)
વાણી : આષાઢ-શ્રાવણ ૨૦૦૪