રવીન્દ્રપર્વ/૨૧. તારા આ ભુવનમાંહિ

Revision as of 08:11, 2 October 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૧. તારા આ ભુવનમાંહિ| }} <poem> તારા આ ભુવનમાંહિ ફરંુ મુગ્ધસમ, હે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૨૧. તારા આ ભુવનમાંહિ

તારા આ ભુવનમાંહિ ફરંુ મુગ્ધસમ,
હે વિશ્વમોહન નાથ, આંખે સ્પર્શ મમ
પ્રશાન્ત આનન્દઘન અનન્ત આકાશ;
શરત્મધ્યાહ્ને પૂર્ણ સુવર્ણઉચ્છ્વાસ
મારી આ શિરાઓમાંહિ કરીને પ્રવેશ
મિલાવી દે રક્ત સાથે આતપ્ત આવેશ.

ભુલાવી દે મારું સર્વ. ભાષાએ વિચિત્ર
રડાવે હસાવે મને તારો આ સંસાર;
તવ નરનારી સર્વ દિગ્વિદિકે મને
તાણી જાય કેટલીય વેદનાના બન્ધે,
વાસનાના પાશે. એ જ મારું મુગ્ધ મન
વીણા સમ તવ અંકે કરું હું અર્પણ —
એના શત મોહતંત્રે કરીને આઘાત
વિચિત્ર સંગીત તવ જગાવ હે નાથ.
(નૈવેદ્ય)
વાણી : આષાઢ-શ્રાવણ ૨૦૦૪