રવીન્દ્રપર્વ/૪૭. નૈવેદ્ય

Revision as of 10:29, 2 October 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૭. નૈવેદ્ય| }} <poem> તને મેં દીધું ના સુખ, મુક્તિનું નૈવેદ્ય જા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૪૭. નૈવેદ્ય

તને મેં દીધું ના સુખ, મુક્તિનું નૈવેદ્ય જાઉં રાખી
રજનીના શુભ્ર અવસાને; કશું હવે નહીં બાકી,
નહીં કો પ્રાર્થના, નહીં પ્રતિ મુહૂર્તનો દૈન્યરાશિ,
નહીં અભિમાન, ન ક્રન્દન દીન, નહીં ગર્વ હાસ્ય,
જોવાનું ના પાછું વળી. માત્ર આ મુક્તિની ફૂલછાબ
ભરી મેં દીધી છે આજે મારા જ મહત્ મૃત્યુ પછી.
(મહુયા)