રવીન્દ્રપર્વ/૧૧૪. કે દિલ આબાર આઘાત
Revision as of 06:31, 5 October 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૧૪. કે દિલ આબાર આઘાત| }} {{Poem2Open}} કોણે ફરી મારે દ્વારે આઘાત કર્...")
૧૧૪. કે દિલ આબાર આઘાત
કોણે ફરી મારે દ્વારે આઘાત કર્યો? આ મધરાતે કોને શોધવા? કોણ આવીને ઊભો રહ્યો? બહુ સમય પહેલાં વસન્તના એક દિવસે એક નવીન અતિથિ આવ્યો હતો. એણે મારા વ્યાકુળ જીવનને અસીમ રોમાંચના સમુદ્રમાં ડુબાડી દીધું. આજે ગાઢ અન્ધકાર છે, વર્ષા છે. ઝરઝર પાણી ઝરે છે. ઝૂંપડી ભાંગી તૂટી છે — વરસાદના પવનથી દીવો બુઝાવી દીધો છે ને હું એકલી જાગતી બેઠી છું. હે અજાણ્યા અતિથિ, તારાં ગીત સૂર મારા કાનને અત્યન્ત મધુર લાગી રહ્યાં છે. તારી સાથે વણઓળખ્યા એ અસીમ અન્ધકારમાં ચાલ્યા જવાનું હું વિચારી રહી છું. (ગીત-પંચશતી)