અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/શંભુપ્રસાદ જોષી/ઘર ભણી
Revision as of 13:02, 21 October 2021 by KhyatiJoshi (talk | contribs)
ઘર ભણી
શંભુપ્રસાદ જોષી
સમીસાંજ થૈ ગઈ
ધેનુનાં ધણ આ આવ્યાં!
ઊજળતાં જળપૂર —
ધેનુનાં ધણ આ આવ્યાં!
પુચ્છની ધજા હવામાં તરે!
સ્થૂળ કૈ શૃંગ હલેસાં ભરે!
રજના ઊંચા લોઢ
ખૂંદતાં ધણ આ આવ્યાં!
સમી.
કશો આ રવ ભાંભરનો થાય,
તૃપ્તિને લય પંખી સૌ ગાય!
વનની તાજી ગંધ
વેરતાં ધણ આ આવ્યાં!
સમી.
ચર્ણથી કર્ણ તણી ગતિ ઘણી!
દિયે શી દોટ વાછરું ભણી!
આંખ મહીં શાં બીડ
ધેનુનાં ધણ આ આવ્યાં!
સમી.
(નગર વસે છે, સં. ૧૯૭૮, પૃ. ૫૪)