અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીન્દ્ર દવે/જાણીબૂજીને
Revision as of 09:28, 22 October 2021 by KhyatiJoshi (talk | contribs)
જાણીબૂજીને
હરીન્દ્ર દવે
જાણીબૂજીને અમે અળગાં ચાલ્યાં
ને છતાં પાલવ અડક્યાનો મને વ્હેમ છે,
સાવરે સફાળા તમે ચોંકી ઊઠ્યા
ને પછી ઠીક થઈ પૂછ્યું કે કેમ છે!
આટલા અબોલા પછી આવો સવાલ
કહો કેમ કરી ઊતરવું પાનું,
મૂંગા રહીએ તો તમે કારણ માનો, ને
હોઠ ખોલીએ તો બોલવાનું બ્હાનું,
હું તો બોલીશ, છતાં માનશો તમે, કે
હજી દુનિયા આ મારી હેમખેમ છે!
વાયરાથી નળિયાને ફૂટી છે પાંખ
થઈ ચાલતી દીવાલ થઈ ઊંટો,
ભર રે ચોમાસે હવે છાપરાં વિનાનો
કેમ કોરો રહે સ્મરણોનો વીંટો,
દુનિયાની વાત મૂકો, માનશો તમે, કે
હજી આપણી વચાળે જરા પ્રેમ છે!