અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચિનુ મોદી `ઈર્શાદ'/તો?
Revision as of 10:40, 23 October 2021 by KhyatiJoshi (talk | contribs)
તો?
ચિનુ મોદી `ઈર્શાદ
શ્વાસમાં છલકાય છાની ગંધ તો?
ને બધે ચર્ચાય આ સંબંધ તો?
કંઠથી છટક્યો ટહુકો મોરનો,
ડાળ પરથી જો મળે અકબંધ તો?
આંખમાંથી આંસુઓ લૂછો નહીં
તૂટશે પે…લો ઋણાનુબંધ તો?
હું ક્ષણોના મ્હેલમાં જાઉં અને —
કોક દરવાજો કરી દે બંધ તો?