અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભગીરથ બ્રહ્મભટ્ટ/ગીત પૂર્વેનું ગીત

Revision as of 12:15, 28 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ગીત પૂર્વેનું ગીત

ભગીરથ બ્રહ્મભટ્ટ

અમે અમારી અંદર સૂના સૂનકારે લય જાગ્યો રે
કલરવ કરતી ભીની સૌરભ
અજવાળાં કૈં કોરે રે
ઊંડે ઊંડે અંધારામાં
ઝીણું ઝીણું ઢોળે રે
ઊંચા નીચા શ્વાસો સાથે રંગ રાગનો લાગ્યો રે
ક્યાંથી આવે ક્યાં લઈ જાતો
કોઈ કશું ના જાણે રે
મનમંદિરના દલ સકલને
કોણ ઊલટથી તાણે રે!
તાલતલપનો તેજલ રણકો નાભિદ્વારે વાગ્યો રે
(ગુજરાતી કવિતાચયન : ૧૯૯૪, સંપા. હરિકૃષ્ણ પાઠક, પૃ. ૭૭)