ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અજ્ઞાતસાહિત્ય

Revision as of 09:51, 15 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''અજ્ઞાતસાહિત્ય(Anonymous Literature)'''</span> : જેના કર્તાનું ન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


અજ્ઞાતસાહિત્ય(Anonymous Literature) : જેના કર્તાનું નામ અજ્ઞાત હોય તેવું સાહિત્ય. મોટાભાગનું લોકસાહિત્ય આ પ્રકારનું સાહિત્ય છે. મૌખિક સાહિત્ય(Oral Literature)ની પરંપરાએ આ પ્રકારના સાહિત્યના ઉદ્ભવ તથા પ્રસારમાં ઘણો ભાગ ભજવ્યો. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં આ પ્રકારની ઘણી કૃતિઓ જોવા મળે છે. કોઈપણ કારણસર કર્તા પોતાનું મૂળ નામ કૃતિ સાથે ન જોડતાં બીજું નામ રજૂ કરે તેવા સાહિત્યનો સમાવેશ આ સંજ્ઞામાં થતો નથી. પ.ના.