ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અતિનાટક
Revision as of 10:05, 15 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''અતિનાટક(Melodrama)'''</span> : ગ્રીક ભાષામાં Melos શબ્દનો અર્થ ‘ગ...")
અતિનાટક(Melodrama) : ગ્રીક ભાષામાં Melos શબ્દનો અર્થ ‘ગીત’ થાય છે. નવમી સદીમાં આ સંજ્ઞા સંગીત-નાટક માટે પ્રયોજાતી હતી. આ નાટકોનાં કરુણ દૃશ્યો પાછળ પ્રયોજાતું સંગીત ખૂબ અસરકારક નીવડ્યું હતું. આ જ સંજ્ઞા દુઃખ, વિષાદ આદિ ભાવોનું પ્રાધાન્ય ધરાવતા નાટક માટે પ્રયોજવામાં આવે છે. પ્રહસન(Farce)નો હાસ્યનાટક(Comedy) સાથે જે સંબંધ છે તેવો જ સંબંધ અતિનાટક(Melodrama)નો કરુણાન્તિકા(Tragedy) સાથે છે. સામાન્ય રીતે નાયકનાયિકા-ખલનાયકનાં રૂઢપાત્રોના આધારે રચાતાં આ નાટકોમાં ભાવનાશીલતાનો અતિરેક થયેલો જોવા મળે છે.
પ.ના.