ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અન્યોન્ય

Revision as of 09:21, 17 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''અન્યોન્ય'''</span> : વિરોધમૂલક અલંકાર. બે વસ્તુઓ એક જ ક્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


અન્યોન્ય : વિરોધમૂલક અલંકાર. બે વસ્તુઓ એક જ ક્રિયા દ્વારા પરસ્પર ઉપકાર કરે ત્યારે અન્યોન્ય અલંકાર બને. અહીં વસ્તુઓ બે જ હોવી જોઈએ, વધારે નહિ. તેમ જ એક જ ક્રિયા દ્વારા તેઓ પરસ્પરને ઉપકૃત કરે એવું વર્ણન હોવું જોઈએ. જેમકે ‘તારાથી શોભતી તન્વી,/તું યે એનાથી શોભતો/રાત્રિથી શોભતો ચંદ્ર,/ચંદ્રથી રાત્રિ શોભતી.’’ જ.દ.