ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અન્વયાન્તરનો
Revision as of 09:24, 17 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''અન્વયાન્તરનો અપસિદ્ધાન્ત(Heresy of paraphrase)'''</span> : કાવ્યનું...")
અન્વયાન્તરનો અપસિદ્ધાન્ત(Heresy of paraphrase) : કાવ્યનું ક્યારેય સંતોષપ્રદ રીતે અન્વયાન્તર ન થઈ શકે એવો વિવેચનવિચાર આ સંજ્ઞા સાથે સંકળાયેલો છે. ક્લિન્થ બ્રૂક્સે ‘ધ વેલ રોટ અર્ન’ (૧૯૪૭)માં આ સંજ્ઞા પહેલી વાર પ્રયોજેલી. કાવ્યમાં ઘટકો એટલા જીવંત રીતે પરસ્પર અન્વિતિ સાધતા હોય છે કે કાવ્યનો સંક્ષેપ કે કાવ્યસાર આપવો એ નરી કાવ્યહાનિ છે. કાવ્યનું શબ્દાન્તર ન થઈ શકે કારણ કવિ જે કહે છે એથી ઘણું વિશેષ એ સૂચવે છે.
ચં.ટો.